Main | Sign Up | Login | RSSThursday, 2024-12-12, 3:43 AM

CRC Kondh

Site menu
Login form
Live Traffic Feed
Statistics
શું મને ફેસબુક પર મળવા માં
Ramesh Patel Crc Kondh

Create Your Badge
Post to socielsite

આર.ટી.ઈ.-૨૦૦૯

આર.ટી.ઈ.-૨૦૦૯


બાળકોને નિ:શુલ્ક અને ફરજીયાત શિક્ષણ અધિનિયમ,૨૦૦૯ના અધિકાર (આર.ટી.ઈ)ના અમલીકરણ માટે એક સંકલ્પ અને દ્રઢ નિશ્ચય સાથે અમૂલ્ય શિક્ષણ આપવાનું વચન આપે છે. આ મહત્વાકાંક્ષી પહેલ એવા બાળકો માટે છે જે પ્રાથમિક શિક્ષણથી કોઈ કારણોસર વંચિત રહ્યા છે અથવા તો તેમનું શિક્ષણ અધૂરું રહ્યું છે. આ યોજનાથી બાળકોની મહત્વાકાંક્ષાઓ અને સપના પરીપૂર્ણ થશે. આ RTE એક્ટ ખાસ શિક્ષણ છત્ર હેઠળ તમામ આઉટ ઓફ સ્કૂલ બાળકોને પ્રવેશ માટે તક પૂરી પાડે છે અને પ્રાથમિક તબક્કાના શિક્ષણથી લઇને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ સુધી ચાલુ રહે છે. 

પ્રાથમિક શિક્ષણની મર્યાદા અંદર આવેલ બધા આઊટ ઓફ સ્કૂલ અને ડ્રોપ આઊટ બાળકોના ઉછેરના ધ્યેય સાથે, આર.ટી.ઈ ધારામા આવેલ પ્રકરણ-૨ મા ભાગ-૪ મા ખાસ જોગવાઈ કરવામા આવેલ છે કે "૬ વર્ષની ઉમર સુધીના તમામ બાળક જેની નોધણી શાળામા સ્વીકારેલ ના હોય અથવા તો કોઈ કારણસર સ્વીકારાયેલ ના હોય તેવા તમામ બાળકો તે અથવા તેણી ને યોગ્ય વર્ગમા ભરતી કરવામા આવશે અને તેમને પ્રાથમિક શિક્ષણ આપવામા આવશે. આને અનુલક્ષીને આગળ વધુમા કેહવામા આવે છે કે "જે બાળક તેની ઉમર તથા યોગ્યતાને આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખ્યા વિના જે તે વર્ગમા દાખલ કરવામા આવશે અને તેઓને ખાસ તાલીમ આપવામા આવશે. આ ખાસ જોગવાઈ "ખાસ (સ્પેશિયલ)તાલીમ સુવિધા” ને આધાર આપે છે કે જે આઊટ ઓફ સ્કૂલ બાળકો છે, કે જે વર્તમાન શિક્ષણ સામગ્રી તેની સંસ્થા અને શીખવાની જરૂરિયાતો સાથે અનુરૂપ અભિગમના સંદર્ભમા ખાસ કરીને શીખવાની પદ્ધતિ અલગ હોઈ શકે. આના નિરાકરણ માટે ખાસ તાલીમ સુવિધા દ્વારા તેમાં શીખનારા તમામ બાળકોને બાકી બાળકોની સમકક્ષ લાવી શકાય. આગળ, અધિનિયમમા જણાવ્યું છે કે પ્રાથમિક શિક્ષણ કેન્દ્ર કે શાળામા સ્વીકારાયેલ બાળકને ૧૪ વર્ષની ઉમર સુધી મફત શિક્ષણ આપવાનું રહેશે. 
SSA ગુજરાત વિભાગે બાળકો માટે ખાસ તાલીમ સામગ્રી જે ખાસ બાળક(OSC) ની ઉમર સાથે તેનામા યોગ્ય નિપુણતા તથા વિકાસ થાય તેના માટે વિકસાવ્યું છે. તેની સાથે આ તાલીમ બાળકોને યોગ્ય દિશા આપી શાળામા પ્રવેશ અપાવવાનું કામ પણ કરે છે. શિક્ષકો (બાળમિત્ર)ની આ યોગ્ય ઉમર માટેની તાલીમ માટે નિમણુંક કરવામા આવી છે.
SSA ગુજરાત વિભાગે વર્ષ ૨૦૧૦ના એપ્રિલ મહિનાથી આ ખાસ તાલીમ (સ્પેશિયલ ટ્રેનિંગ) આપવાનું કામ શરુ કરી દીધેલ છે.

શિક્ષણનો અધિકાર અધિનિયમ, ૨૦૦૯ની મુખ્ય બાબતો: 

  • શિક્ષણનો અધિકાર અધિનિયમ, એવું સૂચવે છે કે, દરેક બાળકને નજીકની શાળામાં મફત અને ફરજીયાત પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરવાનો અધિકાર છે.
  • "ફરજીયાત” શિક્ષણ એટલે, - ૬ થી ૧૪ વર્ષના તમામ બાળકોને શાળામાં દાખલ કરાવવા, તેનું સ્થાયીકરણ અને પ્રારંભિક શિક્ષણ પૂર્ણ કરાવવાની જવાબદારી સરકારની રહે છે. "મફત” એટલે, કોઈપણ બાળક પાસે પ્રાથમિક શિક્ષણ પૂરું કરવા માટે તેઓની પાસેથી કોઈપણ પ્રકારનો ખર્ચ, ફી કે અન્ય રૂપે ચાર્જ વસુલવામા આવશે નહિ, આ શિક્ષણ સંપૂર્ણપણે મફત આપવામા આવશે.
  • શાળા બહારના બાળકોને તેમની વયકક્ષા અનુસારના વર્ગમાં દાખલ કરાવવા
  • આ નિયમ દ્વારા સરકારની, સ્થાનિક સત્તાતંત્રની અને વાલીની; મફત અને ફરજીયાત શિક્ષણના અધિકાર અધિનિયમના અમલીકરણ માટેની ફરજો અને જવાબદારીઓ અંગે રજૂઆત કરે છે ઉપરાંત રાજ્ય અને કેન્દ્ર સરકાર વચ્ચેની નાણાકીય જવાબદારીઓ અંગે પણ સ્પષ્ટતા કરે છે.
  • વિદ્યાર્થી-શિક્ષક વચ્ચેનો ગુણોત્તર નક્કી કરવા અંગેના ધોરણ, શાળામાં જરૂરી ભૌતિકસુવિધા, શાળાના કામના કલાકો અને શિક્ષકના કામના કલાકો વિષે માર્ગદર્શન પૂરું પડે છે.
  • માત્ર રાજ્ય અથવા જીલ્લા કે બ્લોકના સરેરાશ વિદ્યાર્થી-શિક્ષકના ગુણોત્તરની જાળવણી દ્વારા સંતોષ માનવાને બદલે દરેક શાળામાં વિદ્યાર્થી-શિક્ષકના ગુણોત્તરની ઉચિત જાળવણી દ્વારા શહેરી અને ગ્રામ્ય વિસ્તારના શિક્ષકોની જગ્યાઓ ભરવામાં કોઈ વિસંગતતા ન ઉભી થાય અને કોઈ એક જગ્યા ઉપર શિક્ષકોની જમાવટ ન થાય તે અંગે સુચવી જાય છે
  • શિક્ષકોને દસ વર્ષે થતી વસ્તી ગણતરી, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, વિધાનસભા અને લોકસભાના ચુંટણી કાર્યો અને કુદરતી હોનારત સિવાયના અન્ય કાર્યોની સોંપાણી પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે.
  • શિક્ષકોની નિયુક્તિ સમયે યોગ્ય તાલીમ મેળવેલ શિક્ષકોને જ લેવા પર ભાર મુકવામાં આવેલ છે; જેમકે શિક્ષક પાસે યોગ્ય શૈક્ષણિક લાયકાત હોવી જોઈએ.
  • શિક્ષણનો અધિકાર અધિનિયમ જે બાબતો પર પ્રતિબંધ મૂકે છે તેમાં મુખ્યત્વે – કોઈપણ બાળકને શારીરિક શિક્ષા અથવા માનસિક કનડગત કે માનસિક ત્રાસ આપી શકશે નહિ, કોઈપણ શાળા અથવા વ્યક્તિ શાળામાં બાળકને દાખલ કરતી વખતે કોઈપણ પ્રકારની કેપિટેશન ફી વસુલ કરશે નહિ, શાળામાં પ્રવેશ માટે બાળક અથવા તેના માતા-પિતા /વાલીને તપાસ કે ઇન્ટરવ્યુમાંથી પસાર કરશે નહિ, કોઈપણ શિક્ષક ખાનગી શિક્ષણ (ટ્યુશન) અથવા ખાનગી શિક્ષણ (ટ્યુશન)ની પ્રવૃત્તિ કરી શકશે નહિ, કોઈપણ શાળા સરકારશ્રીની માન્યતા વિના ચાલી શકશે નહિ.
  • બંધારણમાં સ્થાપિત થઇ ગયેલા મૂલ્યોને ધ્યાનમાં રાખી બાળકકેન્દ્રી અભ્યાસક્રમનું નિર્માણ કરવું જોઈએ; જેથી બાળક તનાવમુક્ત વાતાવરણમાં ભણી શકે; અભ્યાસક્રમ એવો હોવો જોઈએ કે જેથી કરીને તેનો સર્વગ્રાહી વિકાસ થઇ શકે, બાળકના જ્ઞાન આધારિત હોવો જોઈએ તેમજ બાળકમાં રહેલ શક્તિ અને પ્રતિભાને વધારે સારી રીતે ખીલવી શકાય તે રીતે બનાવવો જોઈએ જેથી કરીને બાળકોને ભણવાનું ભાર રૂપ ન લાગતાં તેમાંથી તેઓને આનંદ મળવો જોઈએ.


એન.સી.એફ.-2005 

આર.ટી.ઈ.-૨૦૦૯ મોડયુલ 

આર.ટી.ઈ.-૨૦૦૯ નિયમો
મારો પરિચય

Message Generators
રેડીયો સાંભળો
Discovery Channle
This Day In Histor
Dictionary
All University

Copyright MyCorp © 2024
Make a free website with uCoz