એડપ્ટસ
એડપ્ટસની કામગીરી અંગે માર્ગદર્શક સુચનાઓ:
- શૈક્ષિણક વર્ષ દરમિયાન ૮૦ વિધાનો પર કામ કરવાનું છે.
- શિક્ષક, આચાર્ય, વિદ્યાસહાયક કે ઉચ્ચ વિદ્યાસહાયક તમામે એડપ્ટસ ની નોંધપોથીમાં વિધાનો સિદ્ધ થાય તેમ નોંધ કરવાની છે. તેમજ જરૂરી રેકર્ડ નિભાવવાનું હોય છે.
- એડપ્ટસનો અહેવાલ વર્ષ દરમિયાન ચાર ક્વાટરમાં ૧૫ ઓગસ્ટ, ૧૫ નવેમ્બર , ૧૫ જાન્યુઆરી તેમજ ૧૫ અપ્રિલ ની સ્થિતિએ સી.આર.સી.મા નિયત ફોર્મેટમાં આપવાનો હોય છે.
- એડપ્ટસ ચાર પરિમાણમાં વિભાજીત છે. ૧. જ્ઞાનાત્મક પરિમાણ -૩૯ વિધાન ૨. સામાજિક પરિમાણ - ૧૬ વિધાન ૩. ભૌતિક પરિમાણ -૬ વિધાન ૪. સંસ્થાકીય પરિમાણ - ૧૯ વિધાન
- એડપ્ટસની નોંધપોથીની ચકાસણી કરીને સી.આર.સી. કો-ઓર્ડીનેટરે સહી કરવાની હોય છે.
- તમામ વિધાનો સિદ્ધ થાય જ તે જરૂરી નથી પરંતુ તેના માટે શિક્ષક , આચાર્ય તથા શાળાએ પ્રયત્ન કરવાના છે.
- આજનો દીપક, આજનું ગુલાબ, શાળા પ્રોફાઈલ, શિક્ષક પ્રોફાઈલ, સ્ટુડન્ટ પ્રોફાઈલ, ખોયાપાયા, અક્ષયપાત્ર, લર્નિંગ કોર્નર, પુસ્તકાલય પ્રવૃત્તિ વગેરે એડપ્ટસના પ્રોજેક્ટ છે.